October 19, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી, NCBએ કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન હોઈ શકે છે

1 min read
, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી, NCBએ કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન હોઈ શકે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી, NCBએ કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન હોઈ શકે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ22 મિનિટ પહેલા

  • જ્યારથી આર્યન ખાન જેલમાં બંધ છે, શાહરુખ-ગૌરી એકદમ ભાંગી પડ્યાં છે

શાહરુખના દીકરા આર્યનની જામીન અરજી પર ગઈકાલે (13 ઓક્ટોબર) સુનાવણી થઈ હતી અને કોર્ટે આજે, 14 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. ગઈકાલે કોર્ટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ કહ્યું હતું કે આર્યન પાસેથી ભલે કંઈ ના મળ્યું, પરંતુ તે આ આખા ષડયંત્રમાં સામેલ છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આર્થર રોડ જેલમાં છે. શાહરુખે આર્યન માટે વકીલ અમિત દેસાઈને હાયર કર્યા છે. તેમણે ગઈકાલે સતીશ માનશિંદે સાથે મળીને કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનીય છે કે દેસાઈએ સલમાનને હિટ એન્ડ રન કેસમાં જામીન પર છોડાવ્યો હતો. જામીન અરજીની સુનાવણી વીવી પાટીલની કોર્ટમાં થઈ હતી. નોંધનીય છે કે કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર રહ્યાં હતાં.

ગઈકાલે કોર્ટમાં શું બન્યું હતું?
NCBએ 11.30એ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ત્યાર બાદ આર્યનની જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. આ પહેલાં મેટ્રોપૉલિટન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. ડ્રગ્સ પાર્ટી કેસમાં NCBએ અત્યારસુધી 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં 2 વિદેશી નાગરિક પણ છે.

, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી, NCBએ કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન હોઈ શકે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

શાહરુખની મેનેજર પૂજા કોર્ટમાં હાજર રહી હતી.

આર્યનના રોલને નકારી ના શકાય
આર્યનની જામીન અરજીનો વિરોધ કરતાં NCBએ કહ્યું હતું કે આરોપીઓને એકબીજાથી અલગ કરી શકાય નહીં. આરોપી પાસેથી ભલે કોઈ વસ્તુ ના મળી, પરંતુ તે આ ષડયંત્રમાં સામેલ છે. ખાન પર પ્રતિબંધિત સામગ્રી ખરીદવાનો આરોપ છે. અરબાઝ મર્ચન્ટ પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. વિદેશમાં લેવડ-દેવડ સંબંધિત તપાસ ચાલી રહી છે

વ્હોટ્સએપ ચેટને આધારે આર્યનને ફસાવવાનો પ્રયાસઃ વકીલ
આર્યન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે, ‘કથિત વ્હોટ્સએપ ચેટની સત્યતા ચકસ્યા વગર NCB આર્યનને ફસાવવા માટે પૂરી રીતે એની પર વિશ્વાસ કરે છે. આ ઉપરાંત એવું કંઈ જ નથી, જેનાથી ખ્યાલ આવે કે આ કથિત ચેટનો ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે સંબંધ છે.’

, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી, NCBએ કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન હોઈ શકે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

જેલમાં આર્યનનો સાતમો દિવસ
NCBએ 3 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી મળ્યા બાદ 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં છે. આર્યને પૂછપરછમાં ચરસ લીધું હોવાની વાત સ્વીકારી છે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.