October 20, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ Live:આર્યનની મુશ્કેલી વધી; NCB રિમાન્ડ વધારવાની તૈયારીમાં, મેટ્રોપૉલિટન કોર્ટ પાસે જામીન આપવાનો અધિકાર નથી

1 min read
, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ Live:આર્યનની મુશ્કેલી વધી; NCB રિમાન્ડ વધારવાની તૈયારીમાં, મેટ્રોપૉલિટન કોર્ટ પાસે જામીન આપવાનો અધિકાર નથી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ Live:આર્યનની મુશ્કેલી વધી; NCB રિમાન્ડ વધારવાની તૈયારીમાં, મેટ્રોપૉલિટન કોર્ટ પાસે જામીન આપવાનો અધિકાર નથી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ8 મિનિટ પહેલા

  • ગૌરી ખાનનો આવતીકાલે 50મો જન્મદિવસ, સેલિબ્રેશન કેન્સલ કરવામાં આવ્યું
  • આર્યન ખાન મુશ્કેલીમાં મુકાતા શાહરુખ ખાને શૂટિંગ પોસ્ટપોન કર્યું

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના આજે (7 ઓક્ટોબર) NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડી પૂરી થાય છે. NCB આજે આર્યન ખાન સહિત મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિત 8ને કોર્ટમાં રજૂ કરશે.

ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યનને આજે (7 ઓક્ટોબરે) 2 વાગે મુંબઈના મેટ્રોપૉલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આર્યનને જામીન મળે તેની શક્યતા ઓછી છે. NCB પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માગણી કરી શકે છે, કારણ કે હાલમાં જ આ કેસમાં એક વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી બાજુ મેટ્રોપૉલિટિન કોર્ટ એક સ્પેશિયલ કોર્ટ છે અને NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) એક્ટ હેઠળ જામીન આપવાનો અધિકાર આ કોર્ટ પાસે નથી. આથી જ માનવામાં આવે છે કે આર્યનના વકીલ સતીશ માનશિંદે કોર્ટમાં આર્યનના રિમાન્ડ પૂરા કરીને જેલમાં મોકલવાની દલીલ કરી છે અને તેથી જ તે હાયર કોર્ટમાં જામીન માટે અપીલ કરી શકે.

8 ઓક્ટોબરે ગૌરી ખાનનો 50મો જન્મદિવસ
આર્યનની માતા ગૌરી ખાનનો 8 ઓક્ટોબરે 50મો જન્મદિવસ છે. આર્યનની ધરપકડ પહેલાં ગૌરીના જન્મદિવસ પર પાર્ટી કરવાનું આયોજન હતું. જોકે, હવે આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

અરબાઝ મર્ચન્ટે NCBના દાવાને ખોટો ગણાવ્યો, ક્રૂઝ ટર્મિનલ ફુટેજ માટે એપ્લિકેશન ફાઇલ કરી
3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ટર્મિનલમાંથી NCBએ અરબાઝ તથા આર્યન ખાનને પકડ્યા હતા. એપ્લિકેશનમાં અરબાઝે કહ્યું હતું કે તેની પાસે માત્ર 6 ગ્રામ ચરસ મળ્યું હોવા છતાંય આર્યન ખાન વિરુદ્ધ NCBની રિમાન્ડ એપ્લિકેશનમાં વધુ માત્રામાં ડ્રગ્સ મળ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. અરબાઝે એ પણ દાવો કર્યો છે કે NCBનો આરોપ છે કે તેમનો ઈરાદો ક્રૂઝ પર ચઢવાનો હતો, આ પૂરી રીતે ખોટો છે. તેમની પાસે શિપની એન્ટ્રી ટિકિટ જ નહોતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે, 6 ઓક્ટોબરે આર્યન ખાનને NCB લોકઅપમાંથી જેજે હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો.

આ દરમિયાન મોડી રાત્રે (6 ઓક્ટોબર) NCBએ વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ વિદેશી વ્યક્તિ પર ક્રૂઝમાં ધરપકડ કરાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. આર્યન તથા અરબાઝના વકીલ જામીન અરજી દાખલ કરી શકે છે.

શાહરુખે શૂટિંગ કેન્સલ કર્યું
શાહરુખનું 6 ઓક્ટોબરના રોજ અજય દેવગન સાથે જાહેરાતનું શૂટિંગ હતું. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહરુખે શૂટિંગ પોસ્ટપોન કરી દીધું હતું.

, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ Live:આર્યનની મુશ્કેલી વધી; NCB રિમાન્ડ વધારવાની તૈયારીમાં, મેટ્રોપૉલિટન કોર્ટ પાસે જામીન આપવાનો અધિકાર નથી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

બીજી ઓક્ટોબરના રોજ આર્યનની અટકાયત કરવામાં આવી હતી

શાહરુખે સ્પેન પણ નહીં જાય
શાહરુખ ખાન 10 ઓક્ટોબરના રોજ ‘પઠાન’ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે અને તે પણ સ્પેન જવાની હતી. સ્પેનના મલ્લોર્કા તથા કાડિઝ જેવા લોકેશન પર સ્પેશિયલ રોમેન્ટિક શૂટિંગ થવાનું હતું. આ ઉપરાતં ફિલ્મના કેટલાંક એક્શન સીન પણ શૂટ થવાના હતા. અહીંયા 21 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે આ શૂટિંગ હાલ પૂરતું પોસ્ટપોન કરવામાં આવ્યું હતું.

શાહરુખને જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો આર્યન
ન્યૂઝ એજન્સી ‘ IANS’ના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાને NCBની સ્પેશિયલ પરમિશન લઈને દીકરાને લોકઅપમાં મળ્યો હતો. પિતા શાહરુખને જોતાં જ આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. શાહરુખ થોડીક જ મિનિટ માટે દીકરાને મળી શક્યો હતો.

ગૌરી ખાન બર્ગર લઈને આવી
દીકરાની તબિયત અંગે ચિંતિત ગૌરી ખાન ગઈકાલ સવારે (પાંચ ઓક્ટોબર) દીકરા માટે મેકડોનાલ્ડનાં બર્ગર લઈને આવી હતી. જોકે NCB અધિકારીઓએ બર્ગરનાં પેકેટ્સ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીઓને ઘરનું ભોજન ખાવાની લકઝરી નથી. આર્યન ખાન માટે ઘરેથી કપડાં આવે છે.

NCBએ અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.

, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ Live:આર્યનની મુશ્કેલી વધી; NCB રિમાન્ડ વધારવાની તૈયારીમાં, મેટ્રોપૉલિટન કોર્ટ પાસે જામીન આપવાનો અધિકાર નથી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી

NCBએ આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યો
પુરાવા જમા કરાવવા માટે NCBએ આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. NCBના અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે, જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય એવી આશા છે. આર્યન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં છે.

આર્યન ખાનને અન્ય આરોપીઓની જેમ ભોજન આપ્યું
આર્યન હાલમાં NCB લોકઅપમાં છે. તેણે કેટલીક સાયન્સની બુક માગી હતી અને અધિકારીઓએ આપી હતી. આર્યન માટે NCB ઓફિસ પાસે બનેલી નેશનલ હિંદુ રેસ્ટોરાં તથા બડે મિયાં રેસ્ટોરાંમાંથી ભોજન લાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.