September 25, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ગુસ્સો:સિદ્ધાર્થ શુક્લાના નિધન પર મીડિયા કવરેજને લઈને અનુષ્કા શર્માએ ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- સેલિબ્રિટીના મૃત્યુને ‘તમાશો’ ન બનાવો

1 min read
, ગુસ્સો:સિદ્ધાર્થ શુક્લાના નિધન પર મીડિયા કવરેજને લઈને અનુષ્કા શર્માએ ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- સેલિબ્રિટીના મૃત્યુને ‘તમાશો’ ન બનાવો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, ગુસ્સો:સિદ્ધાર્થ શુક્લાના નિધન પર મીડિયા કવરેજને લઈને અનુષ્કા શર્માએ ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- સેલિબ્રિટીના મૃત્યુને ‘તમાશો’ ન બનાવો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • Gujarati News
  • Entertainment
  • Anushka Sharma Angry Over Media Coverage On Siddharth Shukla’s Demise, Says Don’t Make Celebrity Deaths A ‘spectacle’

6 કલાક પહેલા

  • સિદ્ધાર્થના મૃત્યુ બાદ સો.મીડિયા પર વાઈરલ ફોટો અને વીડિયો પર ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી
  • આ પોસ્ટ દ્વારા તેણે મીડિયા પર સંકજો કસ્યો છે

એક્ટર અને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર શુક્રવાર (3 સપ્ટેમ્બર)ના રોજ સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાનઘાટમાં અંતિમ સસ્કારમાં તેના ફેમિલીના સભ્યો, મિત્રો, ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સહિત ઘણા ફેન્સ પણ સામેલ હતા. તે ઉપરાંત કવરેજ માટે મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ પણ ત્યાં હાજર હતા. હવે તાજેતરમાં એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શરે કરીને મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, સેલિબ્રિટીના મૃત્યુને મીડિયા દ્વારા ‘તમાશા’ માં ફેરવવામાં આવે છે.

, ગુસ્સો:સિદ્ધાર્થ શુક્લાના નિધન પર મીડિયા કવરેજને લઈને અનુષ્કા શર્માએ ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- સેલિબ્રિટીના મૃત્યુને ‘તમાશો’ ન બનાવો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

હકીકતમાં, સ્ટેન્ડ અપ કોમેડિયન, એક્ટર અને યુટ્યુબર ઝાકીર ખાને તાજેતરમાં એક પોસ્ટ શેર કરીને સેલિબ્રેટીના મૃત્યુ પર મીડિયા કવરેજ લઈને નારાજગી વ્યક્ત કરી છે. અનુષ્કા શર્માએ ઝાકીર ખાનની આ પોસ્ટને જ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કરી સિદ્ધાર્થના મૃત્યુ બાદ મીડિયામાં તેના પર ચાલી રહેલા સમાચાર અને સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટો અને વીડિયો પર ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી છે. તે ઉપરાંત આ પોસ્ટ દ્વારા તેણે મીડિયા પર સંકજો કસ્યો છે.

, ગુસ્સો:સિદ્ધાર્થ શુક્લાના નિધન પર મીડિયા કવરેજને લઈને અનુષ્કા શર્માએ ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- સેલિબ્રિટીના મૃત્યુને ‘તમાશો’ ન બનાવો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

તમારો શબ તેના માટે તસવીર લેવાની બીજી તક છે
અનુષ્કા શર્મા દ્વારા શેર કરવામાં આવેલી ઝાકીર ખાનની પોસ્ટમાં લખ્યું છે, તે તમને વ્યક્તિ તરીકે નથી સમજતા. એટલા માટે કોઈ લાઈન કે બાઉન્ડ્રી નથી. તમારો શબ તેમના માટે આત્મા વગરનું શરીર નહીં, માત્ર તસ્વીરો લેવાની એક વધુ તક છે. જેટલી શક્ય હોય તેટલી. તે તોફાનોમાં સળગતા ઘરમાંથી વાસણો ચોરવાનો પ્રયાસ કરવા જેવું છે. કેમ કે, ત્યારબાદ તમે તેમના શું કામ આવશો? વધુમાં વધુ 10 તસવીરો, 5 સમાચાર, 3 વીડિયો, 2 સ્ટોરી, એક પોસ્ટ અને પછી બધું પૂરું. તેથી તમારું મૃત્યુ માત્ર તમાશો જ રહેશે.

તમારા મૃત્યુ પર રડતા તમારા પોતાના, હવે તેમની ભૂખ સંતોષશે
પોસ્ટમાં આગળ લખ્યું છે, રડતી માતા પણ એક તમાશો છે, દુ:ખથી તૂટેલો પિતા એક તમાશો છે. એક ઉદાસ બહેન, હિંમત હારેલા ભાઈ, દરેક વ્યક્તિ જે તમને પ્રેમ કરે છે તે તેમના માટે એક તમાશો છે. જો તમે જીવતા હોત વાત કંઈક અલગ હોત. તમારા મૃત્યુ બાદ તમારા મોત પર રડતા તમારા પોતાના, હવે તેમની ભૂખ સંતોષશે. માત્ર એટલું જ કહેવું કે તમે અને મેં આ જીવન પસંદ કર્યું છે. તેથી ખુશ રહો, તમારા મિત્રો અને પોતાના લોકોને પ્રેમ કરો, ઘણું બધું શીખો, નવા સંબંધો બનાવો. ફક્ત તેમના માટે ના જીવતા. જેટલું જીવન બચ્યું છે, પોતાના માટે જીવો. કેમ કે તેમના હિસાબથી તો…તમે માણસ નથી. આ જ પોસ્ટને અનુષ્કાએ પણ શેર કરીને મીડિયા પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આ પહેલા અનુષ્કાએ સિદ્ધાર્થ શુક્લાના પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.