September 22, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર

1 min read
, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ડાબે, કંગના રનૌત, જયલલિતા.

  • જયલલિતાની માતા ‘સંધ્યા’ નામથી તમિળ ફિલ્મમાં કામ કરતાં હતાં.
  • જયલલિતાએ 13 વર્ષની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ આજે (10 સપ્ટેમ્બર)એ રિલીઝ થઈ ગઈ છે. કંગનાની આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. જયલિલાતાએ જીવનમાં અનેક ચઢાવ ઉતાર જોયા હતા. એક સમયે તેઓ સિલ્વર સ્ક્રીનના સુપરસ્ટાર હતા અને પછી રાજકારણમાં આવ્યા હતા.

પરિવાર અમ્મો કહીને બોલાવતા
જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1949માં કર્ણાટકના મૈસૂરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવાર તેમને લાડમાં અમ્મો કહીને બોલાવતા હતા. જ્યારે તે 2 વર્ષના હતાં ત્યારે તેમના એડવોકેટ પિતાનું અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તેમના માતા પોતાના પિયર આવી ગયા હતા. બેંગુલુરમાં આવ્યા બાદ જયલલિતાની મમ્મીએ ‘સંધ્યા’ના નામથી તમિળ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. દીકરીને ફિલ્મી માહોલથી દૂર રાખવા માટે તેને પેરેન્ટ્સ પાસે બેંગુલુરુ જ મૂકી હતી. જયલલિતાનું નાનપણ માતા વગર જ નાના-નાનીના ઘરે પસાર થયું હતું.

, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સ્કૂલ દરમિયાન જયલલિતા.

13 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું
જ્યારે જયલલિતા 13 વર્ષના થયા ત્યારે તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. માતાની એક ફિલ્મના પ્રોડ્યૂસરની નજર જયલલિતા પર પડી હતી. તે પ્રોડ્યૂસરે જયલલિતાને એક્ટ્રેસ બનવાની ઑફર કરી હતી. જયલલિતાની ઈચ્છા ના હોવા છતાંય તેમણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી અને તે એક્ટ્રેસ બની ગયા. સીવી શ્રીધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘વેનનીરા’થી જયલલિતાની એક્ટિંગ કરિયર શરૂ થઈ હતી. જયલલિતાની કન્નડ, તમિળ, તેલુગુ, હિંદી, મલયાલમ તથા અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી.

15 વર્ષની ઉંમરમાં અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું
15 વર્ષની ઉંમરમાં જયલલિતાએ અંગ્રેજી ફિલ્મ ‘એપિસલ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં જયલલિતાની સુંદરતા જોયા બાદ તેમની પાસે ફિલ્મની અઢળક ઑફર્સ આવવા લાગી હતી. તેમણે વિવિધ ફિલ્મમાં કામ કર્યું હતું. એક માત્ર હિંદી ફિલ્મ ‘ઈજ્જત’માં તેમણે ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું.

, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

તમિળ મેગેઝિનના કવરપેજ પર જયલલિતા.

MGR સાથે 28 ફિલ્મ કરી
1965-1972 સુધી જયલલિતા તથા MGR (એમજી રામચંદ્રન)એ ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, તેમાંથી 28 ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. જયલલિતાએ પોતાની ફિલ્મી કરિયરમાં 140થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં તમિળ, તેલુગુ, કન્નડ, હિંદી, મલયાલમ તથા અંગ્રેજી ફિલ્મ સામેલ છે. એમજી રામચંદ્રન ફિલ્મથી દૂર જતા રહ્યા હતા. 1977માં તેઓ તમિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે અહીંયા 10 વર્ષ એટલે કે 1987 સુધી શાસન કર્યું હતું.

એમજી રામચંદ્રનને કારણે રાજકારણમાં આવ્યા
જયલલિતા એમજી રામચંદ્રનને કારણે જ રાજકારણમાં આવ્યા હતા. 1982માં જયલલિતા AIADMK (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડા મુન્નેત્રા કઝગમ)માં જોડાઈ ગયા હતા. આ રાજકીય પાર્ટીની સ્થપના એમજી રામચંદ્રને કરી હતી. જયલલિતાના સમર્થકો તેમને અમ્મા કહીને બોલાવતા હતા.

, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

તેલુગુ એક્ટ શોભન બાબુ સાથે જયલલિતા.

પાર્ટીના પ્રચારનું કામ કર્યું
1983માં એમજી રામચંદ્રને જયલલિતાને પાર્ટીના પ્રચાર સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. જયલલિતાના અંગ્રેજી ભાષણથી લોકો પ્રભાવિત થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિખવાદની વાતો પણ ચાલતી હતી. જોકે, 1984માં જ્યારે એમજી રામચંદ્રન બીમાર પડ્યા ત્યારે તેમણે પાર્ટીના પ્રચારના અભિયાનનું નેતૃત્વ જયલલિતાના હાથમાં આપ્યું હતું. આ દરમિયાન એમજીઆરની સારવાર અમેરિકામાં ચાલતી હતી.

1987માં જયલલિતા સર્વેસર્વા બન્યાં
ડિસેમ્બર, 1987માં એમજીઆરના અવસાન બાદ જયલલિતા પૂરી રીતે પાર્ટીના સર્વેસર્વા બની ગયા હતા. જોકે, એમજીઆરની અંતિમયાત્રામાં એમજીઆરના પત્ની જાનકીના સમર્થકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આથી જ પાર્ટીના બે ભાગ પડી ગયા હતા, એક ભાગ જયલલિતાનો સમર્થક હતો અને એક ભાગ જાનકીનો સમર્થક હતો.

, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

જયલલિતા ફિલ્મ તથા રાજકારણમાં સફળ રહ્યાં હતાં.

1989માં વિજય
1989માં જયલલિતા પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા. 25 માર્ચ, 1989માં વિધાનસભા ગૃહમાં સત્તારૂઢ પાર્ટી દ્રમુકના ધારાસભ્યોએ જયલલિતા તથા તેમના ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. ગૃહમાં આ ઘટના તમિળનાડુના સ્પીકર એમ તમિળકુદીમગનની હાજરીમાં બની હતી. આ હુમલામાં જયલલિતાની સાડી ફાટી ગઈ હતી. તેઓ આ જ હાલતમાં ગૃહની બહાર નીકળ્યા હતા અને તેમણે સોગન લીધા હતા કે હવે તે મુખ્યમંત્રી બનીને જ આ ગૃહમાં આવશે.

છ વાર મુખ્યમંત્રી બન્યા
જયલલિતા પોતાના રાજકીય કરિયરમાં છ વાર મુખ્યમંત્રી બન્યા હતા. સૌ પહેલાં 1991માં પછી, બીજીવાર 2001માં, ત્રીજીવાર 2002માં, ચોથીવાર 2011માં, પાંચમીવાર 2015માં તથા છઠ્ઠીવાર 2016માં બન્યા હતા.

, થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

જયલલિતાની રાજકીય કરિયર ચઢાવ-ઉતારવાળી રહી હતી.

68 વર્ષની ઉંમરે નિધન
5 ડિસેમ્બર, 2016માં અપોલો હોસ્પિટલમાં જયલલિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે લગ્ન કર્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.