October 27, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

દુઃખદ:ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું હાર્ટ ફેલ્યોરને કારણે અવસાન

1 min read
, દુઃખદ:ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું હાર્ટ ફેલ્યોરને કારણે અવસાન, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, દુઃખદ:ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું હાર્ટ ફેલ્યોરને કારણે અવસાન, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
, દુઃખદ:ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું હાર્ટ ફેલ્યોરને કારણે અવસાન, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ડાબે, ટાઈગર શ્રોફ, કૈઝાદ કાપડિયા (ફાઇલ તસવીર)

  • ટાઇગર શ્રોફે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું આજે (13 ઓક્ટોબર) અવસાન થયું હતું. કૈઝાદનું અવસાન હાર્ટ ફેલ્યોરને કારણે થયું છે. કૈઝાદના અવસાનના સમાચાર સો.મીડિયામાં વાઇરલ થતાં જ સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ટાઇગર શ્રોફે દુઃખ વ્યક્ત કર્યું હતું
ટાઇગર સો.મીડિયામાં કૈઝાદની તસવીર શૅર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું, ‘રેસ્ટ ઇન પાવર કૈઝાદ સર.’

, દુઃખદ:ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું હાર્ટ ફેલ્યોરને કારણે અવસાન, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ફોટોગ્રાફરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સો.મીડિયામાં કૈઝાદના મોતના સમાચાર શૅર કર્યા હતા. તેણે કહ્યું હતું, ‘ફિટનેસ ઇન્ડસ્ટ્રીના લિજેન્ડ, જેમણે અનેક લોકોનું જીવન બદલ્યું, તે આજે આપણને છોડીને જતા રહ્યા છે. તેમણે ટાઇગર શ્રોફને ટ્રેન્ડ કર્યો છે. પૂરી ફિટનેસ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. તેમના મિત્રો અંતિમ સંસ્કાર માટે પૂના જવા રવાના થયા છે.’

સેલેબ્સે શોક વ્યક્ત કર્યો
વિરલ ભાયાણીની આ પોસ્ટ પર ઘણાં સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. સિદ્ધાંત કપૂરે કહ્યું હતું, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ટાઈગરની મમ્મી આયેશા શ્રોફે પણ કમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કૈઝાદ મુંબઈમાં ‘K11 એકેડેમી ઓફ ફિટનેસ સાયન્સ’ના માલિક હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સેલિબ્રિટીના ટ્રેનર હોવાથી ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. તે પોતાને ક્યારેય સેલિબ્રિટી ટ્રેનર સમજતા નથી. તેમની એકેડેમીમાં એક વાક્ય લખવામાં આવ્યું છે કે ‘સેલિબ્રિટી ટ્રેનર બનવાનું સપનું ના જુઓ, પરંતુ ટ્રેનર બનવાનું સપનું જોવું જોઈએ.’

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.