January 17, 2022

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

નાનકડી સમીશાનો દયાભાવ:શિલ્પા શેટ્ટીની લાડલીને કાગડાની ચિંતા થઈ, ગાયત્રી મંત્ર બોલીને પ્રાર્થના કરી

1 min read
, નાનકડી સમીશાનો દયાભાવ:શિલ્પા શેટ્ટીની લાડલીને કાગડાની ચિંતા થઈ, ગાયત્રી મંત્ર બોલીને પ્રાર્થના કરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, નાનકડી સમીશાનો દયાભાવ:શિલ્પા શેટ્ટીની લાડલીને કાગડાની ચિંતા થઈ, ગાયત્રી મંત્ર બોલીને પ્રાર્થના કરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ4 કલાક પહેલા

  • કૉપી લિંક
, નાનકડી સમીશાનો દયાભાવ:શિલ્પા શેટ્ટીની લાડલીને કાગડાની ચિંતા થઈ, ગાયત્રી મંત્ર બોલીને પ્રાર્થના કરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. હાલમાં જ શિલ્પાએ દીકરી સમીશાનો એક વીડિયો શૅર કર્યો હતો. નાનકડી સમીશા કાગડાને ઘાયલ થયેલો જોઈને પ્રાર્થના કરવા લાગે છે અને ગાયત્રી મંત્ર બોલે છે. તેણે મમ્મી શિલ્પાને પણ પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

ગાયત્રી મંત્ર બોલી
વીડિયોમાં નાનકડી સમીશા ઘાયલ કાગડાને જુએ છે અને મમ્મી શિલ્પાને પૂછે છે કે તે ઠીક છે કે નહીં? શિલ્પા દીકરીને કહે છે કે તે ઠીક છે. ત્યારબાદ સમીશા હાથ જોડીને કાગડો ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના કરે છે. આ સાથે જ સમીશા ગાયત્રી મંત્ર પણ બોલે છે.

દીકરીના વર્તનથી શિલ્પાને નવાઈ લાગી
વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, ‘બાળકોની પાસે સૌથી પવિત્ર હૃદય હોય છે. સમીશા હજી બે વર્ષની પણ નથી અને તે એકદમથી સમજી ગઈ કે પ્રાર્થના અને પ્રેમની જરૂર કોને છે. તે અત્યારથી બીજા પ્રત્યે દયા તથા સાંત્વના અનુભવે છે. પ્રાર્થનાની તાકત તથા વિશ્વાસથી જ આ દુનિયા ચાલે છે. કાશ આપણે મોટા થયા પછી પણ આ વાતો યાદ રાખીએ…’

સરોગસીથી સમીશાનો જન્મ થયો
શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાની દીકરી સમીશાનો જન્મ ફેબ્રુઆરી, 2020માં થયો હતો. સમીશાનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. શિલ્પા તથા રાજે 2009માં લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિઆન છે.

, નાનકડી સમીશાનો દયાભાવ:શિલ્પા શેટ્ટીની લાડલીને કાગડાની ચિંતા થઈ, ગાયત્રી મંત્ર બોલીને પ્રાર્થના કરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ગયા વર્ષે રાજ પોર્નોગ્રાફી કેસમાં ફસાયો હતો
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈ, 2021ના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.