September 27, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે

1 min read
, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ12 કલાક પહેલા

  • થોડા સમય પહેલાં એ વાત વાઇરલ થઈ હતી કે મુનમુન દત્તા તથા રાજ વચ્ચે અફેર ચાલે છે
  • મુનમુન દત્તાએ સો.મીડિયામાં શૅર કરેલી બંને પોસ્ટ ડિલિટ કરી.

‘તારક મહેતા..’ ફૅમ મુનમુન દત્તા તથા રાજ અનડકટ (સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરે છે) વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી. સો.મીડિયામાં આ બંનેના અફેર અંગે ઘણાં જ મીમ્સ પણ બન્યાં હતાં. હવે મુનમુન તથા રાજ બંનેએ સો.મીડિયામાં ટ્રોલર્સને આડેહાથ લીધાં છે.

, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

શું કહ્યું મુનમુને?
મુનમુન દત્તાએ સો.મીડિયામાં બે પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક પોસ્ટમાં મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી અને બીજી પોસ્ટમાં ટ્રોલર્સ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુનમુને કહ્યું હતું, ‘મીડિયા તથા ઝીરો ક્રેડિબિલિટી ધરાવતા જર્નલિસ્ટ. તમને કોઈના અંગત જીવનની કાલ્પનિક વાતો છાપવાની આઝાદી કોણે આપી અને એ પણ તેમની મરજી વગર? તમારા આ ખરાબ વર્તનને કારણે સામેની વ્યક્તિની ઇમેજને નુકસાન પહોંચે છે. શું તમે તેના માટે જવાબદાર છો? તમે TRP માટે જે મહિલાએ થોડા સમય પહેલાં પોતાના દીકરાને ગુમાવ્યો હોય, પોતાના પ્રેમને ખોયો હોય તેને પણ છોડતા નથી. તમે કોઈની ગરિમાને બાજુએ મૂકીને સેન્સેશનલ ન્યૂઝ બનાવવા માટે કોઈપણ સ્તરે જઈ શકો છો, પરંતુ શું તમે તેનું જીવન બરબાદ કરવાની જવાબદારી લઈ શકો છો? જો ના તો તમને પોતાના પર શરમ આવવી જોઈએ.’

, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ટ્રોલર્સને પણ જવાબ આપ્યો
અન્ય એક પોસ્ટમાં મુનમુન દત્તાએ કહ્યું હતું, ‘તમામ સામાન્ય લોકો માટે, મને તમારા પ્રત્યે ઘણી જ આશા હતી, પરંતુ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે, કથિત ભણેલા લોકોએ પણ. એનાથી ખ્યાલ આવે છે કે આપણે કેટલા પછાત સમાજમાંથી આવ્યા છીએ. માત્ર તમારી મજાક માટે મહિલાઓને સતત તેમની ઉંમર, સંબંધો અંગે નીચી બતાવવામાં આવે છે. પછી ભલે તમારી મજાના ચક્કરમાં કોઈ વ્યક્તિ મેન્ટલ બ્રેકડાઉનની સ્થિતિમાં જ કેમ ના પહોંચી જાય. હું છેલ્લાં 13 વર્ષથી એન્ટરનટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, પરંતુ મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં લોકોને 13 મિનિટ પણ ના થઈ. જો ભવિષ્યમાં કોઈ એ હદે ડિપ્રેશનમાં જાય અને આત્મહત્યા કરવાનું વિચારે તો તમે એકવાર જરૂરથી વિચારજો કે તમારા શબ્દો તેને અંત તરફથી તો નથી લઈ જતા ને? આજે મને પોતાની જાતને ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે.’

મુનમુને આ બંને પોસ્ટ ડિલિટ કરી
મુનમુન દત્તાએ આ બંને પોસ્ટ ડિલીટ કરી નાખી છે. ત્યારબાદ તેણે અન્ય એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આગળ વધો, હકારાત્મક બનો, જીવો અને જીવવા દો. પ્રેમ, શાંતિ તથા તંદુરસ્તી સારી રહે. જયશ્રી રામ, ગણપતિ બાપ્પા મોરયા, જય માતા દી.’

, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

રાજ અનડકટે પણ પોસ્ટ શૅર કરી
રાજ અનડકટે પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેણે કહ્યું હતું, ‘જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ખોટા ન્યૂઝ મારી સંમતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો. ભગવાન તમને સારા વિચારો આપે.’

, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ચર્ચા છે કે બંનેના પરિવારને પણ જાણ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં, ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે. એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે.

, બબીતા આકરા પાણીએ:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથેના અફેર પર પહેલી જ વાર ચુપ્પી તોડી, કહ્યું- આજે ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન તથા રાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છે કે હવે બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા 33 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. ચર્ચા છે કે બંને લગ્ન પણ કરવાનાં છે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.