January 25, 2022

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા

1 min read
, રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ17 કલાક પહેલા

  • કૉપી લિંક
, રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સોશિયલ મીડિયાને વધતા ઉપયોગને કારણે ઘણાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ આમાંથી બાકાત નથી. ક્યારેક સેલેબ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લેવામાં આવે છે તો ક્યારેય સેલેબ્સના નામથી ફૅક આઇડી બનાવીને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પોતાના ચાહકોને સાવચેત કર્યા હતા. રાજકુમારના નામનો ઉપયોગ કરીને 3 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરતાં ફૅક ઇમેલ આઇડી અંગે એક્ટરે વાત કરી હતી.

સો.મીડિયામાં સ્ક્રીનશોટ શૅર કર્યો
રાજકુમાર રાવે સો.મીડિયામાં મેલનો સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, ‘મિત્રો પ્લીઝ, આવા ફૅક લોકોથી સાવધ રહો. હું સૌમ્યા નામની કોઈ વ્યક્તિને ઓળખતો નથી. આ લોકો ફૅક મેલ આઈડી તથા મેનેજર્સનો ઉપયોગ કરે છે.’

, રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મેલમાં શું લખ્યું હતું?
રાજકુમાર રાવે આ ફૅક મેલનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં લખ્યું હતું, ‘હેલ્લો અર્જુન, મારી મેનેજર સૌમ્યા તથા તમારી વાતચીત બાદ તેણે કહેલી ફિલ્મ ‘હનીમૂન પેકેજ’ કરવા માટે હું તૈયાર છું. આ ફિલ્મ સંતોષ મસ્કીએ લખી છે અને તે જ ફિલ્મને ડિરેક્ટ કરે છે. હું મુંબઈમાં નથી અને તેથી જ મારી સહમતિ મેલના માધ્યમથી મોકલું છું.’

વધુમાં, ‘ફિલ્મ સાઇન કરવાની પ્રોસેસ તથા સ્ક્રિપ્ટ સાંભળવાનું કામ તથા એગ્રીમેન્ટની હાર્ડ કોપીનું કામ હું મુંબઈ આવીશ ત્યારે જ થઈ શકશે. આ એગ્રીમેન્ટ ત્યારે જ માનવામાં આવશે જ્યારે એગ્રીમેન્ટ સાઇન અમાઉન્ટ 3,10,000,00 રૂપિયા (ટોટલ ફીના 50%) મારા બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. મારી મેનેજરે કહ્યું છે કે તમે 10 લાખ રોકડા તથા ત્રણ કરોડ ચેકથી આપી શકો છે. હું 6 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ રામોજી સ્ટૂડિયોમાં ફિલ્મની વાર્તા સાંભળવા માટે કમ્ફર્ટેબલ છું. તમે ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર સાથે અહીંયા આમંત્રિત છો.’

, રાજકુમાર રાવે ફ્રોડથી સાવધ કર્યા:એક્ટરના નામથી કરોડોની છેતરપિંડી કરવાનો પ્લાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી ચાહકોને સાવધાન કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવે નવેમ્બર, 2021માં લગ્ન કર્યાં હતાં. રાજકુમાર ફિલ્મ ‘બધાઈ દો’, ‘ભીડ’માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.