October 27, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સો.મીડિયા વાઇરલ:જ્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું’

1 min read
, સો.મીડિયા વાઇરલ:જ્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, સો.મીડિયા વાઇરલ:જ્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ8 કલાક પહેલા

  • શિલ્પા શેટ્ટીનો 3 વર્ષ જૂનો વીડિયો વાઇરલ થયો

રાજ કુંદ્રાની જ્યારથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી શિલ્પા શેટ્ટીને ઘણીવાર પતિ અંગે સવાલ કરવામાં આવે છે. દર વખતે શિલ્પા શેટ્ટી આ સવાલનો જવાબ આપવાની ચોખ્ખી ના પાડી દે છે. હાલમાં જ સો.મીડિયામાં શિલ્પાનો વર્ષ 2018નો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં શિલ્પાને પતિ રાજ કુંદ્રા અંગે સવાલ કરવામાં આવે છે.

શું બોલી હતી શિલ્પા શેટ્ટી?
વર્ષ 2018માં નેક્સ બ્રાન્ડ અંગેની એક ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટીને રાજ કુંદ્રા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. શિલ્પાએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું? ના ના, હું કોણ છું?’ નોંધનીય છે કે આ સમયે રાજ કુંદ્રાનું નામ પોકર વિવાદમાં આવ્યું હતું.

, સો.મીડિયા વાઇરલ:જ્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

વધુમાં શિલ્પાએ કહ્યું હતું, ‘હું માનું છું કે સેલિબ્રિટીએ ક્યારેય ફરિયાદ કે ચોખવટ કરવી જોઈએ નહીં. આ મારા જીવનની ફિલોસોફી છે.’

શું હતો પોકર વિવાદ?
રાજ કુંદ્રા તથા ગુટખા કિંગ તથા એક્ટર સચિન જોષી સાથે પણ વિવાદ થયો હતો. 2017માં રાજે પોકર લીગ લૉન્ચ કરી હતી. કુંદ્રાનો આક્ષેપ હતો કે સચિન આ લીગનો હિસ્સો હતો. સચિન ઇન્ડિયન પોકર લીગમાં પોતાની ટીમ લઈને આવ્યો હતો. જોકે, લીગમાં તેને કોઈ પેમેન્ટ કર્યું નહોતું. સચિને 40 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને તે બાઉન્સ થઈ ગયો હતો. આ સમયે સચિને કહ્યું હતું કે રાજે આ ટૂર્નામેન્ટમાં ઘાલમેલ કરી હતી. તેમાં પહેલેથી જ નક્કી હતું કે કઈ ટીમ જીતશે. જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તેણે પોતાની ટીમનું નામ હટાવી લીધું હતું. તેમણે રાજ સાથે કોઈ એગ્રીમેન્ટ સાઇન કર્યો નહોતો અને તેથી જ પેમેન્ટનો સવાલ નથી. આ અંગે સચિન તથા રાજ વચ્ચે સો.મીડિયામાં બબાલ થઈ હતી.

, સો.મીડિયા વાઇરલ:જ્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘હું રાજ કુંદ્રા છું? હું તેના જેવી લાગું છું’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

પોર્નોગ્રાફી કેસમાં જેલમાં 2 મહિના જેલમાં રહ્યો
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના બાદ તેને જામીન પર છૂટ્યો હતો. 20 સપ્ટેમ્બરના રોજ મેજિસ્ટ્રેટે 50 હજારના બોન્ડ પર રાજ કુંદ્રાના જામીન મંજૂર કર્યા હતા.

પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ત્રણ અઠવાડિયા સુધી કામ કર્યું નહોતું. પછી તે ‘સુપર ડાન્સર 4’નું શૂટિંગ પર પરત ફરી હતી. આ શોમાં શિલ્પા શેટ્ટી જજની પેનલમાં છે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.