October 28, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સો.મીડિયા વાઇરલ:શાહરુખનો દીકરો અંધવિશ્વાસના સહારે? સુનાવણી પહેલાં કાળા મોતીની માળા પહેરી

1 min read
, સો.મીડિયા વાઇરલ:શાહરુખનો દીકરો અંધવિશ્વાસના સહારે? સુનાવણી પહેલાં કાળા મોતીની માળા પહેરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, સો.મીડિયા વાઇરલ:શાહરુખનો દીકરો અંધવિશ્વાસના સહારે? સુનાવણી પહેલાં કાળા મોતીની માળા પહેરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ19 કલાક પહેલા

  • આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી

શાહરુખ ખાનનો દીકરો આર્યન હાલમાં મુસીબતમાં મૂકાઈ ગયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આર્યનને ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. કોર્ટે 7 ઓક્ટોબરના રોજ આર્યન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

હાથમાં કાળા મોતીની માળા
ગુરુવાર, 7 ઓક્ટોબરના રોજ આર્યન જ્યારે કોર્ટમાં સુનાવણી માટે આવ્યો ત્યારે તેના હાથમાં કાળા મોતીની માળા જોવા મળી હતી. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. એક માન્યતા પ્રમાણે કાળા મોતીની માળા ખરાબ શક્તિઓને દૂર રાખે છે. એમ પણ કહેવાય છે કે તેનાથી મગજ શાંત રહે છે. હવે આર્યને કાળા મોતીની માળા ફેશનને કારણે પહેરી કે પછી અંધવિશ્વાસને કારણે તે તો તે જ જાણે.

, સો.મીડિયા વાઇરલ:શાહરુખનો દીકરો અંધવિશ્વાસના સહારે? સુનાવણી પહેલાં કાળા મોતીની માળા પહેરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

પહેલીવાર માળા જોવા
જોકે, પહેલી જ વાર આર્યનના હાથમાં આ રીતની માળા જોવા મળી હતી. આ પહેલાં NCBની કસ્ટડીમાં તેના હાથમાં કોઈ બ્રેસલેટ જોવા મળ્યું નહોતું. આથી જ માનવામાં આવે છે કે તેને ઘરેથી કોઈએ આપ્યું છે.

લૉકઅપમાં સાયન્સની બુક્સ વાંચી
આર્યન ખાને NCB ઓફિસમાં સાયન્સ અંગેની કેટલીક બુક્સ માગી હતી અને તેને આ આપવામાં આવી હતી. આર્યન ખાન NCB ઓફિસ તરફથી આવેલું જમતો હતો અને તેના કપડાં ઘરેથી આવ્યા હતા.

કોર્ટમાં આર્યનના હાલ જોઈ પૂજા રડી પડી
7 ઓક્ટોબર, ગુરુવારના રોજ સુનાવણી લગભગ 4 કલાક ચાલી. આ દરમિયાન આર્યન પરસેવાથી રેબઝેબ લગભગ સવાત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો. આ દરમિયાન તેના ચહેરા પર ઘણી જ ઉદાસીનતા જોવા મળતી હતી. સુપરસ્ટારના દીકરાને આ હાલતમાં જોઈને શાહરુખની મેનેજર પૂજાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં.

, સો.મીડિયા વાઇરલ:શાહરુખનો દીકરો અંધવિશ્વાસના સહારે? સુનાવણી પહેલાં કાળા મોતીની માળા પહેરી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

NCB ઓફિસની બહાર પૂજા દદલાણી

આર્યને શું કહ્યું?
વકીલે આર્યન તરફથી કહ્યું હતું, ‘હું ક્રૂઝ ટર્મિનલ પર ગયો હતો અને અહીં અરબાઝ પણ હતો. હું તેને ઓળખતો હતો અને અમે બંને સાથે જ શિપ પર ગયા હતા. ત્યાર બાદ તેમણે (NCB)એ સવાલ કર્યો હતો કે તારી પાસે ડ્રગ્સ છે? મેં ના પાડી હતી. તેમણે મારી બેગ ચેક કરી હતી અને ત્યાર બાદ તેમણે મને તપાસ્યો હતો, પરંતુ તેને કંઈ મળ્યું નહોતું. મારો ફોન લઈ લીધો અને NCBની ઓફિસ લઈને આવ્યા હતા. અંદાજે રાતના દોઢ-બે વાગ્યે વકીલને મળવાની પરવાનગી આપી હતી.’

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.